ફેશિયલના પ્રકાર – અરોમા ફેશિયલ

0
79
AROMA FACIAL GUJARATI TIPS
જયારે આપણે પાર્લરમાં જઈએ છીએ ત્યારે કેટલીકવાર દુવિધા થાય છે કે કયું ફેશિયલ કારાવવું ? એમાયે જયારે ઘરમાં પ્રસંગ હોય ત્યારે સ્કિન કેર વિષે ખાસ વિચારતા હોઈએ છીએ. તેના માટે જરૂરી છે આપણી ત્વચાની જરૂરિયાત સમજવી તથા આપણા બજેટને ધ્યાનમાં રાખવું. ફક્ત નામ સાંભળીને કે કોઈએ તે ફેશિયલ કરાવ્યું હોય તે પ્રમાણે ફેશિયલ કરાવવું ઠીક નથી. તો અહી ફેશિયલના પ્રકાર અને કઈ સ્કિન માટે કયું ફેશિયલ કરાવવું તેની માહિતી જોઈએ.

 

અરોમા થેરપી ફેશિયલ :

અરોમા એટલે સુગંધ (સ્મેલ). સ્મેલની તન મન પર સારી અસર થાય છે.

 

વનસ્પતિના પાન, ફૂલ, અને મૂળના અર્કમાંથી જે ઓઈલ બનાવવામાં આવે છે તેને અરોમા ઓઈલ કહે છે. અરોમા થેરપીને સ્મેલ થેરપી પણ કહે છે.

 

આ ફેશિયલમાં પ્રેશર – પોઈન્ટથી મસાજ કરવામાં આવે છે. દરેક આંગળીના પ્રેશર પર મસાજનો આધાર રહેલો છે.

 

તેમાં બે પ્રકારના ઓઈલનો ઉપયોગ થાય છે : (૧). કેરિયર ઓઈલ : તેમાં સ્મેલ હોતી નથી. (૨) એસેન્શલ ઓઈલ : તેમાં સ્મેલ હોય છે.

 

અરોમા ફેશિયલમાં કેવી સ્કિન માટે કયું ઓઈલ વાપરવું અને કેટલી માત્રામાં લેવું તે જાણવું ઘણું અગત્યનું છે.

 

અરોમા ઓઇલના મોલિક્યુલ એટલા નાના હોય છે કે થોડી જ સેકન્ડમાં ત્વચા તેને શોષી લે છે, સાથે તેની સુગંધથી સુખદ અહેસાસ થાય છે.

 

સ્કિન પ્રમાણે અરોમા ઓઈલ મિક્સ કરી મસાજ કરવો. ત્યારબાદ સ્કિનના પ્રકાર પ્રમાણે માસ્ક લગાવવો.

 

ડ્રાય સ્કિનમાં ૨૫ થી ૩૦ મિનિટ મસાજ કરવો. ઓઈલી સ્કિનમાં ૧૦ થી ૧૫ મિનિટ અને એકને (ખીલ) વાળી સ્કિનમાં ૫ થી ૭ મિનિટ પ્રેશર-પોઈન્ટ મસાજ કરવો.

 

અરોમા ઓઈલની સ્મેલથી મૂડ બદલાય છે. આ ઓઈલ બ્લડમાં તરત જ ભળી જાય છે. આથી તેની અસર તરત જ થાય છે.

 

અરોમા ફેશિયલ અનુભવી વ્યક્તિ પાસે જ કરાવવું જેથી તેની સાઈડ ઈફેક્ટ ન થાય. આ ફેશિયલમાં ઓરિજિનલ અને સારી કંપનીના ઓઈલ વાપરવા.

 

જવાબ છોડો