APANVAYU MUDRA

મુદ્રા બનાવવાની રીત :-

તર્જની(અંગૂઠાની પાસેની) આંગળીને અંગૂઠાની જડમાં લગાવીને અંગૂઠાના અગ્રભાગને મધ્યમાં અને અનામિકા(વચમાં બંને આંગળીઓ) આગલા ભાગ સાથે મેળવી દેવાથી અપાન સહજ મુદ્રા બને છે. આ મુદ્રામાં કનિષ્ટિકા આંગળી અલગ સહજ સીધી રહે છે.

 

વિશેષ :-

અપાનવાયુ મુદ્રાનો પ્રભાવ હૃદય પર વિશેષ રૂપથી પડે છે. જેથી એને હૃદય મુદ્રા – મૃત સંજીવની મુદ્રા કહેવાય છે.

 

આ તરતજ પ્રભાવ દેખાડવાવાળી મુદ્રા છે. હાર્ટ એટેકને રોકવામાં આ મુદ્રા ઈંજેક્શનના સમાન અસર કરે છે.

 

અપાનવાયુ મુદ્રામાં બે મુદ્રાઓ_ અપાન મુદ્રા તથા વાયુ મુદ્રા એક સાથે કરવામાં આવે છે. અને બંને મુદ્રાઓનો સંમિલિત અને તક્ષ્ણ પ્રભાવ એક સાથે પડે છે. જેમકે, પેટનો ગેસ અને શારીરિક વાયુ બંનેનું શમન થાય છે.

 

હાથમાં સૂર્ય પર્વત અતિવિકસિત અને ચંદ્ર પર્વત અવિકસિત હોવો તથા હૃદય રેખા દોષપૂર્ણ હોય તો આ મુદ્રાનો પંદર મિનિટ સવાર સાંજ અભ્યાસ કરવાથી લાભ મળે છે.

 

આવા દર્દમાં કેવળ વાયુ મુદ્રાના અભ્યાસથી આરામ મળતો નથી. એ અપાનવાયુ મુદ્રાના અભ્યાસથી જ મટે છે.

 

સમયની સીમા :-

હાર્ટ એટેકનો અનુભવ થતા જ અપાનવાયુ મુદ્રાનો તાત્કાલિક પ્રયોગ કરવો જોઈએ. આવશ્યકતા પડે તો આ મુદ્રાનો આવશ્યકતા અનુસાર દિવસમાં કેટલીયે વાર પ્રયોગ કરી શકાય છે. જે વ્યક્તિઓને હૃદય રોગ અને બ્લડ પ્રેશર હોય અથવા જેમને એટેક આવી ચૂકયો હોય એમણે નિત્ય પંદર મિનિટ સવારે અને પંદર મિનિટ સાંજે અપાનવાયુ મુદ્રાનો અભ્યાસ કરવો જોઈએ.

 

લાભ :-

અપાનવાયુ મુદ્રા હૃદય રોગીઓને માટે સ્વયંમાં એક વરદાન છે.

 

હાર્ટ એટેકના ભયંકર એટેકને રોકવામાં તાત્કાલિક અપાન વાયુનો પ્રયોગ થોડી જ ક્ષણોમાં પ્રભાવશાળી ઈંજેક્શન અથવા સોરબિટેટ ગોળીની માફક જાદુઈ અસર કરે છે. અને રોગીની મૃત્યુની રક્ષા થાય છે.

 

આ મુદ્રાના નિયમિત અભ્યાસથી હૃદય રોગોમાં લાભ મળે છે અને હૃદયને બળ મળે છે. મુદ્રા કરવાની સાથે સાથે હૃદય રોગીઓએ આવશ્યક સાવધાની રાખવી જોઈએ. ખાસ કરીને પેટને બરાબર રાખવાનો પ્રયત્ન જેમકે ભોજનમાં પરિવર્તન તથા અનાજ અને આગ પર પકવેલા તથા તળેલી ચીજોની માત્રા ઓછી કરીને લીલા શાકભાજી અને ફળ અધિક લેવા. કારણ કે અધિકતર આક્રમણ ગેસનો ઉપરની તરફ, પાચનની ગરબડથી થાય છે.

 

હૃદયમાં દબાણ, દર્દની તકલીફનો અનુભવ થતાં જ તાત્કાલિક આ મુદ્રા અવશ્ય કરવી જોઈએ. અન્ય દવા અને ઉપચાર જયારે ઉપલબ્ધ થાય ત્યાર પહેલાં આ મુદ્રા તત્કાલ પોતાનું કાર્ય દેખાડે છે.

 

શીર દર્દમાં તાત્કાલિક આરામ મેળવવાને માટે અપાન મુદ્રાનો પ્રયોગ લાભદાયક સિદ્ધ થયો છે. અપાન મુદ્રા દરમિયાન થોડા સમય માટે શીર દર્દમાં રાહત મળે છે. જેને બાદમાં ઉદર શુદ્ધિ, આહાર પરિવર્તન, વિશ્રામ, ઔષધિ વગેરેની વ્યવસ્થા કરીને સ્થાયી રૂપથી દૂર કરી શકાય છે. કેટલાંય પ્રકારના શીર દર્દ _ જેવા કે અનિંદ્રા, રાત્રી જાગરણ, માનસિક ચિંતા, અધિક પરિશ્રમ, રક્ત સંચય વગેરેના કારણે ઉત્પન્ન થવાવાળા શીર દર્દ શરીરને આરામ મળવાથી સ્વયં સારા થઇ જાય છે.

 

આ મુદ્રાના અભ્યાસથી ન કેવળ પેટના ગેસનું શમન થાય છે. અને શરીર મળરહિત થઈને સ્વચ્છ થાય છે. પરંતુ સાથે શરીરસ્થ વાયુનો પ્રકોપ પણ શાંત થાય છે. બધા પ્રકારના નવા વાત રોગોમાં અપાન વાયુ મુદ્રા લાભકારી છે. અને પુરાણા વાયુ પ્રધાન રોગોમાં વાયુ મુદ્રા લાભ કરે છે.

 

હૃદયની ધડકન અને કમજોરીમાં આ મુદ્રાથી લાભ મળે છે. દાદર ચઢવાના પાંચ દસ મિનિટ આ મુદ્રાનો અભ્યાસ કરી લેવાથી દાદર ચઢવાનું સહેલું થઇ જાય છે. અને હાંફવાનું પણ ઓછું થઇ જાય છે.

 

જવાબ છોડો