APNA MUDRA

મુદ્રા બનાવવાની રીત :-

મધ્યમાં અને અનામિકા બંને આંગળીઓના આગળના ભાગને અંગુઠાના આગળના ભાગથી મેળવી દેવાથી અપાન મુદ્રા બને છે. આ મુદ્રામાં કનિષ્ઠિકા અને તર્જની આંગળીઓ સહજમાં સીધી રહે છે.

 

વિશેષ :-

માનવ સ્વાસ્થ્યની રક્ષાને માટે અપાન મુદ્રા ઘણી મહત્વપૂર્ણ ક્રિયા છે. કારણકે આ સ્વસ્થ શરીરની એક મહત્વપૂર્ણ આવશ્યકતા વિસજન ક્રિયાને નિયમિત કરે છે અને શરીરને નિર્મળ બનાવે છે.

 

છતાં પણ યોગાસનની ક્રિયાઓ દ્વારા શારીરિક નિર્મળતા પ્રાપ્ત થાય છે અને સાધકને યોગની ઉચ્ચ શારીરિક નિર્મળતા પ્રાપ્ત થાય છે તેમજ સાધકને યોગની ઉચ્ચ સ્થિતિમાં પહોચાડવાને માટે શરીરની જે સુક્ષ્મ માં સુક્ષ્મ સ્વસ્થ સિદ્ધિની આવશ્યકતા રહે છે એ હઠયોગની ક્રિયાઓ બાદ અપાન મુદ્રાના નિરંતર અભ્યાસ દ્વારા સંભવ છે.

 

સાધનામાં પ્રાણ-અપાન ને સરખા કરીને મેળવી દેવાનું નામ જ એક પ્રકારથી યોગ છે. બીજા શબ્દોમાં યોગને ઉચી કક્ષામાં લઈજવાને માટે પ્રાણ-અપાનનો સંયોગ હોવો પરમ આવશ્યક છે.

 

પ્રાણ અને અપાન મુદ્રાને પ્રતિદિન વારંવાર કરતા રહેવાથી પ્રાણ અને અપાન વાયુની સ્થિતિ શરીરમાં સપ્રમાણ રહે છે.

 

સમયની સીમા :-

આ મુદ્રામાં સમયની કોઈ સીમા નથી. જેટલો અધિક આ મુદ્રાનો અભ્યાસ કરવામાં આવે તેટલો અધિક લાભદાયક રહેશે.

 

લાભ :-

અપાન મુદ્રાના પ્રભાવથી શરીર નિર્મળ થાય છે. અને સંપૂર્ણ વિજાતીય દ્રવ્ય અથવા મળ સરળતા પૂર્વક શરીરમાંથી બહાર નીકળી જાય છે.

 

અપાન મુદ્રાના નિરંતર પ્રયોગથી બધાજ પ્રકારના મળ-મુત્ર અને પસીનો વગેરે વિભિન્ન માર્ગેથી શરીરમાંથી નિષ્કાસિત થાય છે અને સાત્વિક ભાવ પણ ઉત્પન્ન થાય છે.

 

જો કોઈ વ્યક્તિને ઘણા લાંબા સમયથી પસીનો આવતો નથી તો અપાન મુદ્રા દ્વારા એ થોડા જ દિવસોમાં આવવા લાગશે. પસીનો ન આવવાથી પણ મનુષ્યને કેટલાયે પ્રકારના રોગ થઇ શકે છે.

 

અપાન મુદ્રાનો વિશેષ પ્રભાવ મૂત્રાશય પર પડે છે. એટલા માટે મુત્ર રોકાઈ જાય તો એના પર તરતજ પ્રભાવ પાડે છે. જો કોઈ વ્યક્તિનું મુત્ર રોકાઈ ગયું હોય અને કોઈ ઔષધી, ઇન્જેક્શન વગેરે દ્વારા કેટલાય દિવસો વીતી જતા પણ રોગીને મુત્ર આવતું નથી તો અપાન મુદ્રાનો ૪૫ મિનીટ સુધી અભ્યાસ કરવાથી ઔષધી વિના એ તકલીફ દુર થઇ જાય છે.

 

જો મુત્ર બંધ આજે જ થયું હોય(અથવા આજથી મૂત્રનો અવરોધ પ્રારંભ થયો હોય) તો આ મુદ્રા તાત્કાલિક આશ્ચર્યજનક રૂપથી લાભ કરે છે. અને રોકાયેલું મુત્ર(જો પ્રોસ્ટેટની ફરિયાદ ન હોય તો) અવશ્ય થાય છે.

 

આ મુદ્રા પેટના વાયુને પણ વ્યવસ્થિત કરવામાં સહાયક થાય છે. અને ઉદાર વાયુને ઓછો કરીને ત્યાના દર્દને અને અન્ય ઉપદ્રવને દુર કરે છે . આ મુદ્રા અપાન વાયુને નિયંત્રિત કરવાવાળી મુદ્રા છે.

 

કબજિયાત તથા હરસમાં આ મુદ્રાને રોજ સતત ઓછામાં ઓછી ૪૫ મિનીટ કરવી જોઈએ.

 

દાંતોને સ્વસ્થ રાખવા માટે અપાન મુદ્રા સહાયક બને છે.

 

ડાયાબીટીશના નિયંત્રણને માટે અપાન મુદ્રાના નિયમિત અભ્યાસથી મુખ, નાક, આંખ, કાન વગેરેનો વિકાર સ્વાભાવિક રીતે દુર થવા લાગે છે.

 

જવાબ છોડો