ANUBHUTI GUJARATI KAVITA

એક ક્ષણ જો, ચાંદની રૂપી કલમથી

આકાશી કાગળ પર કવિતા લખું

તો એ કલ્પના છે.

 

ઊંધમાં જો ધરાના પુષ્પોને

દિવસના તરલા ગણુ

તો એ સ્વપ્ના છે.

 

ક્ષિતિજે ઝળહળતા મેઘધનુષને

જો હુ મારી લહેરાતી ઓઢણી સમજું

તો એ ભ્રમણા છે.

 

ઝાકળ પર પડતા પ્રતિબિંબમાં

જો હુ શ્રુષ્ટિનો ઉદ્ ભવ માણું

તો એ તૃપ્તતા છે.

જવાબ છોડો