aloevera chocolate facial
જયારે આપણે પાર્લરમાં જઈએ છીએ ત્યારે કેટલીકવાર દુવિધા થાય છે કે કયું ફેશિયલ કારાવવું ? એમાયે જયારે ઘરમાં પ્રસંગ હોય ત્યારે સ્કિન કેર વિષે ખાસ વિચારતા હોઈએ છીએ. તેના માટે જરૂરી છે આપણી ત્વચાની જરૂરિયાત સમજવી તથા આપણા બજેટને ધ્યાનમાં રાખવું. ફક્ત નામ સાંભળીને કે કોઈએ તે ફેશિયલ કરાવ્યું હોય તે પ્રમાણે ફેશિયલ કરાવવું ઠીક નથી. તો અહી ફેશિયલના પ્રકાર અને કઈ સ્કિન માટે કયું ફેશિયલ કરાવવું તેની માહિતી જોઈએ.

 

એલોવેરા ફેશિયલ :

જોકે એલોવેરા એ ખુબ જ પ્રાચીન ઔષધી છે, પરંતુ પહેલા તેના ઉપયોગ સંબંધી આટલી જાગૃતતા ન હતી.

 

આજકાલ એલોવેરાનો પ્રયોગ ત્વચા માટે ખુબ જ પ્રમાણમાં થાય છે. સ્વસ્થ ત્વચા માટે આ એક બહુ જ ઉપયોગી ઘરગથ્થું ઈલાજ છે.

 

એલોવેરાના પ્રયોગથી ત્વચા પર કોમળતાનું સ્તર વધી જાય છે. ત્વચ એકદમ મુલાયમ બને છે.

 

ફેઈસ ક્લીન કરી, એલોવેરાને વચ્ચેથી કાપી તેનો ગર્ભ લઇ, તેનાથી મસાજ ૧૦ થી ૧૫ મિનિટ મસાજ કરવો.

 

આ પેકને સુકાવા દેવો. સુકાઈ જાય પછી પાણીથી ધોઈ લો. આ મસાજ તમે જાતે ઘરે રોજે કરી શકો છો.

 

તેનાથી ત્વચા કોમલ અને સુંદર બને છે.

 

ચોકલેટ ફેશિયલ :

chocolate-facial

ચોકલેટ ફેશિયલ ખુબ જ ખર્ચાળ છે અને બહુ જ ઓછા લોકો તે કરાવે છે.

 

આ ફેશિયલથી ત્વચાને ખાસ કોઈ ફાયદો થતો નથી, પરંતુ યુવાનો તેને કરાવવાનું પસંદ કરે છે. કારણ કે તેને આ સારું લાગે છે.

 

ચોકલેટની સુગંધ સારી લાગે છે, અને તેનાથી રિલેક્સ પણ થવાય છે.

 

જવાબ છોડો