રુમઝુમ આવ્યા વર્ષારાણી;

ખોબે ખોબા લાવ્યા પાણી.

નદીઓ નાળા છાલકાયા;

ખેતર, જંગલ મલકાયા.

ચારે કોર પાણી પાણી;

રુમઝુમ આવ્યા વર્ષારાણી.

લીલી લીલી ધરતી ખીલી;

ફોરે ફૂલો ફોરાં ખીલી.

કરતા પ્રભુ જળની લ્હાણી;

રુમઝુમ આવ્યા વર્ષારાણી.

પંખી પ્રાણી રાજી રાજી;

વરસે વાદળ ગાજી ગાજી.

બાળો મોજ રહ્યા છે માણી;

રુમઝુમ આવ્યા વર્ષારાણી.

જવાબ છોડો