AAKASH MUDRA GUJRATI

મુદ્રા બનાવવાની રીત :-

મધ્યમાં ( સૌથી મોટી આંગળી ) ને અંગુઠાના અગ્રભાગ સાથે મેળવવાથી આકાશ મુદ્રા બની જાય છે. બાકીની આંગળીઓ સહજ સીધી રાખવી જોઈએ.

 

વિશેષ :-

આ મુદ્રા કરવાથી શરીરમાં આકાશ તત્વ વધે છે. જેનાથી આકાશ તત્વના ઓછા થઇ જવાથી ઉત્પન્ન થવાવાળો રોગ થોડા જ દિવસોમાં શાંત થઇ જશે.

 

મધ્યમાં આંગળીને હૃદયની સાથે ખાસ સંબંધ છે. એટલે આ મુદ્રા હૃદયને માટે લાભકારક છે. આપે જોયું હશે કે અધિકતર જપ – ક્રિયા કે માળા ફેરવવામાં મધ્યમાં આંગળીનો ઉપયોગ કરવામાં આવે છે. માળા ફેરવવાનું વિધાન ( અર્થ ) ભૌતિક સુખોની પ્રાપ્તિ જેવી કે દ્રવ્ય પ્રાપ્તિ, પરિવારની શાંતિ, સંતાન પ્રાપ્તિ, વગેરેને માટે માળા ફેરવતા સમયે માળા અંગૂઠા પર રાખીને મધ્યમાં આંગળીથી માળા ફેરવવાનું વિધાન છે.

 

જયારે મોક્ષના અભિલાષી એ અનામિકા આંગળીથી અને વેર – કલેશ વગેરેના નાશને માટે તર્જની આંગળીથી માળા ફેરવવાનું યોગ્ય છે. એના સિવાય માળા ફેરવતા સમયે માળાને જમણા હાથના અંગૂઠા પર રાખીને હૃદયની પાસે સ્પર્શ કરીને રાખવી જોઈએ. માળાના મણકાને ફેરવતા સમયે માળાને નખ ન વાગે અને મેરુનું ઉલ્લંઘન ન થાય. અન્યથા લાભ ઓછો થાય છે.

 

એના સિવાય માળાના સંબંધમાં એ પણ નિયમ છે કે માળા સાફ, સમાન, અને પૂરા 108 મણકાવાળી તથા સુંદર સુમેરુવાળી હોવી જોઈએ. સુભ કાર્યોને માટે સફેદ માળા અને કષ્ટ નિવારણ માટે લાલ માલનો પ્રયોગ લગભગ કરવામાં આવે છે.

 

માળાની માફક પ્રણામ કરવાનું વિધાન પણ અર્થપૂર્ણ છે. પ્રણામ કરવાને માટે પ્રણામ કરવાવાળા વ્યક્તિને આપણે હાથોને ક્રોસ બનાવીને પ્રણામ કરવા જોઈએ. એટલાકે ડાબા હાથ થી ડાબો પગ અને જમના હાથ થી જમણો પગ એનાથી પૂજનીય વ્યક્તિના શરીરમાંથી નીકળવા વાળો વિદ્યુત પ્રવાહ (ઋણાત્મક અને ઘનાત્મક – નેગેટીવ અને પોઝીટીવ પ્રવાહ) અથવા તેજસનો પ્રભાવ ચરણ સ્પર્શ કરવાવાળાને માટે કલ્યાણકારી સિદ્ધ થશે.

 

હસ્તરેખા વિજ્ઞાનની દ્રષ્ટિથી શનિ ગ્રહ સાથે સંબંધ રાખવાવાળા રોગોમાં આ મુદ્રા લાભદાયક સિદ્ધ થશે, જયારે જન્મ કુંડળીમાં શનિ નીચેનો હોય છે તો લાભ થઇ શકે.

 

સમયની સીમા :-

આ મુદ્રાનો પ્રયોગ આવશ્યકતા અનુસાર સીમિત સમય સુધી કરી શકાય છે.

 

લાભ :-

આકાશમુદ્રાનો નિરંતર અભ્યાસ કરવાથી હાડકાઓની બધાજ પ્રકારની કમજોરી દુર થાય છે.

 

જો બગાસું ખાતા અચાનક જડબું ફસાઈ જાય અને મુખ બંધન થાય તો એજ ક્ષણે અંગુઠાને મધ્યમાં આંગળીની સાથે ઘસવા કે ચપટી વગાડવાથી ફસાયેલું જડબું તાત્કાલિક ખુલી જશે. એ જ કારણ છે કે ઘણા લોકો બગાસું ખાતા ખાતા (કારણ ના જનતા હોવા છતાં પણ) આજ મધ્યમાં અને અંગુઠાને મો પાસે લઇ જઈને ચપટી વગાડે છે.

 

હૃદય રોગોમાં આ મુદ્રા લાભકારી છે.

 

કાનનો રોગ જો શૂન્યમુદ્રા કરવાથી દુર ન થાય તો એ આકાશમુદ્રા કરવા દ્વારા સારો થઇ શકે છે.

 

જવાબ છોડો