beauty tips for working woman
તમે જો વર્કિંગ વુમન હોય તો જરૂરી છે કે તમે પોતાને સુંદર અને આકર્ષિત બનાવી રાખો, કારણ કે દરેક સ્ત્રીએ સુંદર દેખાવું જરૂરી છે. જેથી તેનામાં આત્મવિશ્વાસની કમી ન રહે. કેટલીક મહિલાઓ મેકઅપના નામ પર કેવળ પાઉડર અને લિપસ્ટિકનો સહારો લે છે, જે તેને પુરેપુરો સુંદર લુક આપી શકતો નથી. મેકઅપ કરવાની પોતાની એક અલગ પદ્ધતિ હોય છે, જે તમને શીખવી શકે કે તમે કેવા અવસર પર કેવો મેકઅપ કરી શકો. અહી એવી જ કેટલીક મેકઅપ ટિપ્સ છે, જે વર્કિંગ વુમન માટે પૂર્ણ રૂપે ઠીક સાબિત થાય. વર્કિંગ વુમનને દિવસમાં એક જ વાર મેકઅપ કરવાનો સમય મળે છે, તેથી તેમણે એવા મેકઅપની પસંદગી કરવી જોઈએ કે જે આખો દિવસ ચહેરા પર એમ જ રહે.

 

ઓફીસની ફાઈલોના ઢગલામાં અને ઘર ગૃહસ્થીના નાના-મોટા કામોમાં ફસાઈને વર્કિંગ વુમનનું સૌંદર્ય કયાંક ને ક્યાંક ખોવાતું જઈ રહ્યું છે, માટે જરૂરી છે કે તમે તમારા સૌંદર્ય પ્રતિ સચેત થઇ જાઓ, જેથી ઘર બહારની બેવડી ભૂમિકા નિભાવવા છતાં પણ તમે તમારા સ્વાસ્થ્ય અને સૌન્દર્યને પોતાની મુઠ્ઠીમાં રાખી શકો.

 

1. Beauty Tips

ઓફીસ કે તમારા કામ અનુસાર જ મેકઅપ કરો. જો તમારી ઓફીસ કલરફૂલ લાઈટીંગ વાળી છે તો તમે હળવો મેકઅપ કરો, તેથી ઓફીસના માહોલમાં તમે અલગ ન લાગો.

 

2. Beauty Tips

જો તમારો રંગ સાફ છે તો કોશિશ કરો કે ફાઉન્ડેશનનો ઉપયોગ બિલકુલ પણ ન કરો. ચહેરાને ક્લીન્ઝીંગ કરો. ક્લીન્ઝીંગ પછી એવા સનસ્ક્રીનનો ઉપયોગ કરો, જેમાં મોઈશ્ચરાઈઝની માત્રા વધારે હોય. જો તમે ફાઉન્ડેશન લગાવવા ઈચ્છતા હોય તો તેમાં પાણીના એક કે બે ટીપા નાખીને તેને પાણીની સાથે હળવો કલર આપીને લગાવી શકો છો.
જો તમારી ત્વચા શુષ્ક હોય તો ક્રીમ યુક્ત ફાઉન્ડેશનનો ઉપયોગ કરો, પરંતુ તેમાં પણ પાણીના કેટલાક ટીપા અવશ્ય નાખો. પછી ચહેરા પર લગાવો. તમારી ત્વચાના રંગને ધ્યાનમાં રાખીને ફાઉન્ડેશનની પસંદગી કરો.

 

3. Beauty Tips

ત્યાર પછી આંખોનો મેકઅપ કરો. આંખોની સુંદરતા વધારવા માટે આઈપેન્સિલનો ઉપયોગ કરો. પછી આઈશેડો લગાવો. આઈશેડો ભૂરો કે ગ્રે કલરનો લગાવો, જેથી તમારી આંખો બોલતી હોય તેવું લાગે.
ત્યારબાદ મસ્કરા લગાવો. મસ્કરા બે કોટ્સમાં લગાવો. પહેલા એક કોટ લગાવો, પછી પાંપણ પર કોમ કરો, પછી સુકાઈ જાય ત્યારે તેના પર બીજું કોટ લગાવો. જો તમે એક કોટ લગાવો છો તો તેને ઘાટી લગાવો.

 

4.Beauty Tips

હવે તમારી ત્વચાના રંગને અનુરૂપ કોમ્પેક્ટ લગાવો. તે ચેહેરા પર ચમક પ્રદાન કરે છે. પ્રેસ પાઉડર કે પાઉડર કોમ્પેક્ટનો જ ઉપયોગ કરો. જો તમારી ત્વચા તૈલીય છે તો તૈલીય જગ્યાએ વધારે પાઉડર ન લગાવો.
કોમ્પેક્ટને હંમેશા ચહેરાની સાથે સાથે ગળા અને ગર્દન પર અવશ્ય લગાવો. તેથી તેનો રંગ પણ ચહેરાના રંગને અનુરૂપ જ લાગે.
પાઉડર લગાવ્યા બાદ ભીના સ્પંજને ચહેરા પર થપથપાવો જેથી પાઉડર લાંબા સમય સુધી ટકી શકે. અને તમારો મેકઅપ સુરક્ષિત રહે.
ધ્યાન રહે કે કયારેય પણ આંખોની નીચે વધારે પાઉડર ન લગાવવો. જો પાઉડર લાગી જાય તો વધારે પાઉડરને કોટનથી દૂર કરો.

 

5.Beauty Tips

હવે વારો આવે છે લિપસ્ટિકનો. લિપસ્ટિકમાં તમે ક્યારેય પણ ડાર્ક કલરની પસંદગી ન કરો. ડાર્ક કલરની લિપસ્ટિક તમારા કોમ્પ્લેકસને વધારે ડાર્ક બનાવી દેશે. માટે હંમેશા લાઈટ ગુલાબી, કોપર, બર્ગેન્ડી અને વાઈન કલરની લિપસ્ટિક લગાવો, કે જે તમારી ત્વચાને અનુરૂપ હોય.
તમે ઈચ્છો તો લિપ ગ્લોસ પણ લગાવી શકો છો. છેલ્લે હળવું પરફ્યુમ નાખો, જે બિલકુલ ભારે ન હોય.

 

જવાબ છોડો