VIDUR NITI GUJRATI SUVICHAR

જે માનવીની કાર્ય-યોજનાની જાણ કોઈને થતી નથી, જે પોતાની વિરોધાત્મક યોજના (શત્રુ-દમનની યોજના)ને પણ ગુપ્ત રાખે છે. અને જેની કાર્ય-યોજનાની જાણકારી બીજાઓને કાર્ય પૂરું થયા બાદ જ જાણ થાય છે, સાચો બુદ્ધિમાન એ જ હોય છે. આવા માનવીની પ્રત્યેક યોજનાઓ પૂર્ણ થાય છે.

 

જે માનવી સંકટ આવવાથી દુ:ખી બને નહિ અને પોતાની અસાવધાનીઓ, ભૂલો, તેમજ દુર્ગુણોને ત્યાગી એનાથી સંઘર્ષ કરવા માટે પરિશ્રમ કરે છે તે જ ખરો બુદ્ધિમાન છે. દુ:ખ, શોક અને ચિંતા મનુષ્યના આત્મબળની હત્યા કરી નાખે છે. તેણે અપનાવનાર માનવી એવા મડદા સમાન હોય છે જેને ચિતા ઉપર નાખી દેવામાં આવો હોય.

 

જે બુદ્ધિમાન હોય છે તે દુ:ખને પ્રાકૃતિક સમજી સહન કરી લે છે. અને તેને દૂર કરવા માટે મહેનત કરે છે. રાત્રીનો કાળો અંધકાર દીવો બળવાના ઉદ્યમથી દૂર થાય છે, નહિ કે બેસીને ભયભીત થવાથી કે રડવાથી. જે આવું વિચારે છે તે બુદ્ધિમાનનું કાર્ય સહજમાં સિદ્ધ થઇ જાય છે. અને દુ:ખો પણ તેનાથી ગભરાઈને દૂર નાસી જાય છે.

 

નીચે મુજબના દશ પ્રકારના લોકોની બુદ્ધિ ભ્રષ્ટ થઇ જાય છે. ૧. મધપ (દારૂનું સેવન કરનારો), ૨. સંસારિક વિષયો પ્રત્યે મોહ રાખનાર, ૩. ગાંડો, ૪. થાકેલો, ૫. ક્રોધથી ભરેલો, ૬. ક્ષુધાથી પીડિત, ૭. ઉતાવળો, ૮. લોભી, ૯. ભયભીત, ૧૦. કામવાસનામાં ઉન્મત્ત. એટલા માટે બુદ્ધિમાન લોકો એમને માર્ગ બતાવવાના પ્રયત્નો કરતા નથી બલકે તેમનાથી દૂર રહે છે.

 

અલૌકિક બાણો ચલાવનાર દક્ષ ધનુર્ધારીનું બાણ ભલે લક્ષ વેધી ન શકે અથવા વેધીને વિનાશ ન કરી શકે, પરંતુ બુદ્ધિમાન દ્વારા પ્રહાર કરવામાં આવેલ બુદ્ધિ કે ચતુરાઈ બ્રહ્માસ્ત્રની જેમ રાજા સહીત આખા સમાજ અને રાષ્ટ્રનો વિનાશ કરે તેવી સક્ષમ હોય છે.

 

વિષયભોગથી ક્યારેય સુખ પ્રાપ્ત થતું નથી. જે વખતે મનુષ્ય તેમાં લીન બની જાય છે ત્યારે તે પોતાની શક્તિ ગુમાવી આળસ, પ્રમાદ, ખિન્નતા અને સંતાપ ભોગવે છે. જયારે તે એનાથી દૂર હોય છે ત્યારે તેના માટે ચિંતાતુર બને છે. અને જયારે તે ભોગ મળી જાય છે ત્યારે તેને સ્થાયી રાખવા માટે ચિંતાતુર બને છે. અને જયારે તેનો નાશ થાય છે ત્યારે તેના નસ્ટ થવા બદલ દુ:ખી થાય છે. એટલા માટે જે બુદ્ધિમાન છે તેઓ એની કામનામાં પોતાનો સમય અને માનસિક શક્તિને નસ્ટ નથી કરતા.

 

જેની વાણી ક્યારેય અસત્ય નથી હોતી, જે શાસ્ત્રોથી સંપન્ન છે, જે શ્રેષ્ઠ ગ્રંથોને ઉદાહરણનું પ્રતિક બનાવી પોતાની વાત કહે છે તે જ વિદ્વાન છે.

 

જે માનવી ધન, વૈભવ, વિદ્યા, રાજ્ય, પ્રભુત્વ વગેરે પ્રાપ્ત કરીને પણ અભિમાન નથી કરતો એ જ વિદ્વાન છે.

 

જે માનવી શરીરના અંગો, સત્વ, રજસ અને તમસ ગુણોના ત્રણ સ્તંભો તથા પાંચેય જ્ઞાનેન્દ્રિયો રૂપી સાક્ષીઓથી યુક્ત આ શરીરની વાસ્તવિકતાઓને જાણી એની ઉપર શાસન કરે છે તેજ શ્રેષ્ઠ છે, તેજ બ્રહ્મવિદ્યાનું પાત્ર છે, તેજ મહાન છે.

 

કોઈને કટુવચનો ન કહેનાર તેમજ દુષ્ટોને સન્માન ન આપનાર આ સંસારમાં યશ અને સન્માન બંને પ્રાપ્ત કરે છે.

 

જવાબ છોડો